ગુજરાતનાં જાણીતા ગ્રૂપ પર CIDની ટીમ દ્વારા દરોડા પાડી કાર્યવાહીનો ધમધમાટ
ગુજરાતનાં જાણીતા ગ્રૂપ પર CIDએ રેઈડ કરી હોવાનો મામલો સામે આવી રહ્યો છે જે અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે અરવલ્લીના BZ ગુપના અનેક એજન્ટને ત્યાં CIDની ટીમએ દરોડા પાડી કાર્યવાહીનો ધમધમાટ બોલાવી દીધો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે BZ ગુપના એજન્ટ પોન્ઝી સ્કીમનો ધંધો ચલાવતા હોવાનો આરોપ છે. ઉત્તર ગુજરાતના જાણી BZ ગ્રુપ પર CIDની તવાઇ ઉંચા વળતરની લાલચ આપી 6 હજાર કરોડની ઉઘરાણી કરવામાં આવેલ છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સાબરકાંઠાના ભુપેન્દ્રસિંહ ઝાલાએ મળતિયાઓ સાથે મળી ગુજરાત અને રાજસ્થાનમાં ઓફિસ ખોલી હતી.