અંજારના વીડી ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર SMCની રેઈડ: ત્રણ આરોપી ઝડપાયા બે ફરાર : 1.89 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

copy image

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંજાર તાલુકાના વિડી ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી ત્રણ શખ્સોને દબોચી લીધા હતા જ્યારે બે ઈશમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીનગરની SMCની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર તાલુકાના વિડી ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે.મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ પાડી હતી. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રૂ. 56 હજારનો દેશી દારૂ, રૂ.55 હજારનો આથો અને રૂ 6006ની કિંમતના અખાદ્ય ગોળના જથ્થા સાથે રૂ.2200ની કિંમતના 11 બેરલ, રૂ 60 હજારની રિક્ષા અને રૂ.10 હજારના બે મોબાઈલ સહિત કુલ રૂ.1,89,206ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઈશમોને ઝડપી પાડેલ હતા જ્યારે વધુ બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ હસ્તગત કરી પકડાયેલા ઇસમોને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા અંજાર પોલીસને સોંપવામાં આવેલ છે.