આડેસરમાં ડોક્ટરના અભાવે પીએચસીની બહાર માનવતાને શરમાવે તેવી ઘટના બની : પીએચસીની બહાર જ પ્રસુતાની કસુવાવડ
સૂત્રો જણાવી રહ્યા છે કે આડેસર પીએચસીની બહાર ઇકો ગાડીમાં એક મહિલાની ડિલિવરી થવા છતાં ડોક્ટર સહિત કોઈ સ્ટાફ હજાર ન હોતા માનવતાને શરમાવે તેવી ઘટના બની હતી. નજીકમાં ઉભેલી 108નાં સ્ટાફે મહિલાની પીડાને સમજીને તાત્કાલિક જરૂરી સારવાર કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ સમગ્ર મામલે વિડીયો વાયરલ થયેલ છે જેમાં દર્દી સાથે આવેલ લોકો પણ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર હાજર ન હોવાનું જણાવી રહ્યા હતા. સર્ગભાને કસુવાવડ હોસ્પિટલની બહાર થઈ હતી જેમાં બાળક મૃત જન્મ્યું હોવાનું સામે આવ્યું હતું રાત્રીના ભાગે કોઈ ડોક્ટર હાજર જ ન હતા માત્ર સ્ટાફ નર્સથી પીએચસી ચાલી રહી છે.વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આડેસર અને ભીમાસર પીએચસીમા અવાર નવાર ડોક્ટર હાજર ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. તેમજ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં ડીલેવરી જીરો ટકા પર પહોંચી છે કારણકે ઇન્ચાર્જનાં હવાલે ચાલતી પીએચસીમાં રેગ્યુલર ઓપીડી પણ થતી નથી.