છેલ્લા ચાર વર્ષથી ગળપાદર જેલમાંથી ખૂનના ગુનાના કાચા કામના વચગાળા જામીન ફરારી કેદી તથા એ ડીવી. પો.સ્ટે. ના ખૂનની કોશિશના ગુનાના નાસતા કરતા આરોપીને પકડી પાડતી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ, પશ્ચિમ-કચ્છ ભુજ


બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા ઇન્યાજે પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પો.ઇન્સ. પી.કે.રાડા સાહેબના સુપરવિઝન હેઠળ એક ટીમ ની રચના કરેલ જે ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓ નાસતા ફરતા આરોપીની તપાસમા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રૂદ્ધસિંહ પી જાડેજા તથા પો.હેડ.કોન્સ ધર્મેદ્ર મુળશંકર રાવલ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે,
માનકુવા પો.સ્ટે. ફગુ.ર.નં. ૬૦/૨૦૧૮ ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭ વિગેરે મુજબના ગુના કામે ગળપાદર જેલ ખાતે સજા કાપતા કાચા કામના કેદી સાહિલ દાઉદ અજડીયાને વચગાળા જામીન રજા પર તા.૨૭/૧૦/૨૦૨૦ થી તા.૩૦/૧૦/૨૦૨૦ દિન – ૦૪ ની પેરોલ રજા પર છોડવામાં આવેલ અને તા. ૩૧/૧૦/૨૦૨૦ ના રોજ ગળપાદર જેલ મધ્યે હાજર થવાનુ હતુ પરંતુ ઉપરોકત કેંદી હાજર ન થઇ ફરાર થયેલ અને આજદિન સુધી તે ફરાર રહેલ તથા કરારી સમય દરમ્યાન ભુજ એ ડીવીઝન પોસ્ટે ગુરનં. ૧૪/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૪૨૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ તે ગુનામા પણ આરોપીને પકડવાનો બાકીમા હોઇ જે આરોપી હાલે તેના ઘરે સંજોગનગર (ભુજ) ખાતે હાજર છે તેવી બાતમી હકિકત આધારે તુરંત વર્ક આઉટ કરી બાતમીવાળી જગ્યાએથી મજકુર આરોપીને હસ્તગત કરી ગળપાદર જેલ ખાતે મોકલી આપેલ છે
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) માનકુવા પો.સ્ટે ના ગુ.ર.ન.૬૦/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૦૭,૧૨૦(બી) તથા જી. પી. એક્ટ ૧૩૫
(૨) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૦૭,૩૨૫,૩૨૩,૪૨૭,૨૯૪(W),૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫
(3) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૨૩,૧૮૬, ૧૧૪
(૪) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૭/૨૦૧૪ પ્રોહિ કલમ ૬પાએ)(છ),૬૬(બી), ૮૧
(૫) મુંવા પો.સ્ટે. ગુ.ર.ન.૮૯/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫
(૬) મુંવા પો.સ્ટે. ગુ.ર.નં.૩૩૩/૨૦૧૪ પ્રોહી કલમ ૬પ(એ)(છ), ૬૬(બી),૧૧૬(બી), ૮૧
ઉપરોકત કામગીરીમાં સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમના પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.એમ.ગોહીલ સાહેબ તથા પ્રો.પો.સબ.ઇન્સ. કે.એચ.આહીર તથા એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા હરિભાઇ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેદ્રભાઈ રાવલ તથા કનકસિંહ જાડેજા તથા વિમલભાઇ ગોડેશ્વર તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.