Crime ચાંદલોડિયામાં મોબાઈલ પર આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા ચાર ઇસમો પકડાયા 6 years ago Kutch Care News ચાંદલોડીયામાં આઈપીએલ ક્રિકેટ મેચ પર મોબાઈલ પર સટ્ટો લઈ રહેલા ચાર ઇસમોની ક્રાઈમ બ્રાંચે અટક કરી હતી. પોલીસે સટ્ટો રમવા માટેની વેબસાઈટ આઈડી આપનારા ત્રણ ફરાર ઇસમોની શોધ આદરી છે. આ બનાવની વિગત પ્રમાણે ક્રાઈમ બ્રાંચને વિગત મળી હતી કે ચાંદલેડીયામાં વંદેમાતરમ આર્કેડ પાસે ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહ્યા છે. જેને આધારે પોલીસે રાત્રિના અરસામાં અહીં તપાસ કરતા ચાર ઇસમો મોબાઈલ પર આઈપીએલની સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં પોલીસે નવા વાડજમાં રહેતા પ્રદીપ આર.મકવાણા, ગોતામાં રહેતા પ્રતિક બી.શાહ, ચાંદલોડીયાના રીકેન બી.પંચાલ અને ગોતાના મેહુલ એસ.બારોટની અટક કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.૧૪,૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ જપ્ત કર્યા હતા. તપાસમાં અટક કરાયેલા ઇસમોએ ક્રિકેટનો સટ્ટો રમવા માટેની વેબસાઈટ આઈ.ડી. તથા બોબડી કાર્ડ કાલુભાઈ સિંધી ધવલ ઉર્ફે ટાઈગર પટેલ અને ગિરીશભાઈ નામના ઈસમ પાસેથી મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે પોલીસે આ ત્રણ ઇસમોની શોધ આદરી છે. Continue Reading Previous રાજપરા ગામેથી જુગાર રમતા ચાર શકુનીઓને ઝડપી પાડતી રાણપુર પોલીસNext સાવરકુંડલામાંથી રૂ.૩૦ લાખના કપાસ, ટ્રક તસ્કરીનો ભેદ ઉકેલાયો More Stories Breaking News Crime Kutch વધુ એક હનીટ્રેપનો કિસ્સો આવ્યો સપાટી પર : ગાંધીધામના આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ રૂપિયા પડાવનાર ટોળકી ઝડપાઈ 14 hours ago Kutch Care News Breaking News Crime Kutch દુધઇ નજીક ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત : અકસ્માતના 21 કલાક બાદ પણ ટ્રાફિક જામ 14 hours ago Kutch Care News Breaking News Crime Kutch માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ 15 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.