સાવરકુંડલામાંથી રૂ.૩૦ લાખના કપાસ, ટ્રક તસ્કરીનો ભેદ ઉકેલાયો

અમરેલી : સાવરકુંડલામાં થોડા દિવસ પૂર્વે સરાની હેરમાંથી રૂ.૨૧ લાખનો કપાસ અને રૂ. ૯ લાખનો ટ્રક મળીને કુલ રૂ.૩૦ લાખની તસ્કરીનો ભેદ પોલીસે ઉકેલીને સાત આરોપીઓની અટકાયત કરી છે. મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ અંગેની વિગતો પ્રમાણે સાવરકુંડલાના મહુવા રસ્તા પર આજથી ચાર દિવસ પહેલા ટ્રક નંબર જીજે ૩ એટી ૩૩૬૧ સાથે તેમાં રહેલી કપાસની ગાંસડીઓ નંગ ૧૦૦ કિંમત રૂ.૩૦ લાખના મુદ્દમાલની તસ્કરી થયાની ફરિયાદ લખાવાઈ હતી. અમરેલી એલસીબીની ટીમ દ્વારા તપાસ કરતા મહુવાના આસરાણા ચોકડી પાસેથી હાઈવે પરથી ટ્રક કપાસ સાથેનો મુદ્દમાલ પકડી પાડયો છે. પોલીસ દ્વારા શાદીક કુરેશી, ફરીદ પઠાણ, ઉજેફા શેખ, હિતેષ ભેડા, રાજડેર, વિશાલ ભેડા અને સંજય સાવડીયાની અટકાયત કરાઈ છે. આરોપીઓએ મળીને લાખોનો કપાસ બારોબાર વેચી મારવાના ઈરાદે રેઢા પડેલા ટ્રક અને કપાસની ગાંસડીની તસ્કરી કરી હતી. આરોપીઓ કપાસ વેચવાની કોશિશ કરતા હતા ત્યારે જ પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *