ઝુરા ગામમાં 28 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન છેલ્લા શ્વાશ લીધા

copy image

ભુજ તાલુકાના ઝુરા ગામમાં 28 વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન છેલ્લા શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાના ઝુરા ગામમાં 28 વર્ષીય યુવાન રમેશ મેઘજી માતંગએ ગત તા. 21/11ના સાંજના અરસામાં ઝુરાની વાડી પર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ગત દિવસે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લઇ લીધા હતા.પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.