નવી ભચાઉની વૃદાવન સોસાયટીના મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરમાં સજાવેલું તમામ ફર્નિચર બળીને ભષ્મ : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
નવી ભચાઉમાં આવેલ વૃદાવન સોસાયટીમાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વૃદાવન સોસાયટીમાં એક મકાનમાં ગત રાત્રે આ આગનો બનાવ બન્યો હતો. આ આગના બનાવ અંગે જાણ થતાં ભચાઉ નગર પાલિકા ફાયર ટીમ વૃંદાવન સોસાયટીમાં પહોંચી ઇલેક્ટ્રિકસીટી બંધ કરાવીને આગ ઉપર 1 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે મકાનના ઉપરના માળે લાગેલી આગથી ઘરમાં સજાવેલું તમામ ફર્નિચર બળીને ભશ્મ થઈ જતા મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.