ભીરંડિયારા નજીક ટ્રેઈલરના ચાલકે 28 વર્ષીય યુવાનને કચડી નાખતા કમકમાટીભર્યું મોત

copy image

copy image

 ભીરંડિયારા નજીક ટ્રેઈલરના ચાલકે 28 વર્ષીય યુવાનને કચડી નાખતા મોટા બાંધાના આ યુવાને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 23/11ના હતભાગી યુવાન પોતાની ભેંસોને ચરિયાણ માટે ભીરંડિયારાથી આગળ થોડેક દૂર પશુઓ સાથે પડાવ નાખીને બેઠો હતો તે સમયે આ માલધારી યુવાન મોટા ટ્રેઇલર તળે કચડાતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વધુમાં આ ટ્રેઈલરના ચાલકે ત્રણ ભેંસને પણ અડફેટે લેતા એક ભેંસનું મોત થયું હતું. મોતના સામાન બનીને દોડતાં વાહનો પર કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવું લોકમાંગ ઉઠી છે.