આદિપુરમાંથી આંકડો લેતા શખ્સને પોલીસે રંગે હાથ ઝડપ્યો
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આદિપુરમાંથી આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આદિપુરના વોર્ડ 4-એ લચ્છવાળી ધર્મશાળા સામે સિંધુ વર્ષા વિસ્તારમાં રહેનાર આરોપી શખ્સ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોતાના ગ્રાહકો પાસેથી આંકડા લઇ મોબાઇલમાં જોઇને પેન વડે ડાયરીમાં આંકડા લખી રહ્યો હતો તે દરમ્યાન અચાનક આવેલી પોલીસે આ શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ રૂા. 10,200 તથા એક મોબાઇલ એમ કુલ રૂા. 15,200નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.