આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બાકીના ઘાયલ વ્યક્તિઓ સારવાર હેઠળ
આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. વડદલા ગામનાં પાટીયા નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આણંદના તારાપુર ધર્મજ હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ જઈ રહ્યા હતા, તે સમય દરમ્યાન ઓવરટેક કરવાના ચક્કરમાં આ ગોઝારો અક્સ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી સુરત જઈ રહેલા રાજકોટના ત્રણ મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.