ભાણી સાથે ભાગી જનાર યુવકની મામાએ પાવડાના ઘા ઝીંકી કરી હત્યા : કોર્ટે ફટકારી આજીવકન કેદ
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં ભાણી સાથે ભાગી જનારા યુવકની મામાએ પાવડાના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. આ કેસમાં આરોપી શખ્સને આજીવન કેદની સજા આપવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના રામોલ વિસ્તારમાં આરોપી શખ્સ પોતાનું કારખાનું ધરાવે છે. તેમના કારખાનામાં 20 વર્ષિય હતભાગી યુવાન સલમાન નોકરી કરતો હતો. ત્યારે સલમાનને તેના જ વિસ્તારમાં સગીરા સાથે પ્રેમ થઇ ગયેલ હતો. તેમજ બીજી તરફે 16 માર્ચ 2020ના રોજ તે સગીરા પોતાના ઘરેથી નીકળી ગઇ હતી. જેથી સગીરાના મામા તેને શોધવા માટે સલમાનના કારખાને ગયા હતા, પરંતુ તે મળી આવ્યો ન હતો બાદમાં સલમાનને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ સગીરા 17મી માર્ચ 2020ના રોજ સગીરા સલમાન સાથે આરટીઓ નજીકથી મળી આવી હતી. ત્યારે મામાએ સગીરાને ઘરે મોકલી હતી.બાદમાં હતભાગી પર પાવડાથી હુમલો કરી દીધો હતો. આ યુવાન ઇજાગ્રસ્ત બનતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે હત્યાનો ગુનો નોંધાતા આ કેસમાં કોર્ટે આરોપી શખ્સને આજીવન કેદની સજા કટકારી છે.