વધુ એક લવ જેહાદના કિસ્સા પરથી પરદો ઉચકાયો : વધુ એક વિધર્મીએ 24 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દેહ અભડાવ્યો

copy image

copy image

વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વધુ એક વિધર્મીએ હિન્દુ યુવતીનો દેહ અભડાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને 24 વર્ષીય યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો.જાણવા મળી રહ્યું છે કે આ કુંવારી યુવતીને ગર્ભ રહી જતાં ધમકી આપીને ગર્ભપાત કરાવ્યો હતો.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પીડિતા 2000ના વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ સમયે યુસુફ મિયા નામના યુવકે કમલ સિંહા તરીકે પોતાની ઓળખ આપીને યુવતી સાથે પરિચય કેળવીને તેને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.જાણવા મળી રહ્યું છે કે બાદમાં લગ્નની લાલચ આપીને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈને યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. જેના પરીણામે  યુવતીને ગર્ભ રહી ગયો હતો, જેથી યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં યુવકે ધમકી આપીને ગર્ભપાત કરાવ્યો હતો. વધુમાં સામે આવ્યું છે કે ગર્ભપાત બાદ પણ વિધર્મી યુવક હિન્દુ યુવતીનું યૌન શોષણ કરતો હતો. આખરે યુવતીએ લગ્ન માટે કહેતા આરોપીએ પોતાનું નામ યુસુફ મંડપવાલા અને પોતે પરિણીત હોવાની સમગ્ર હકીકત જણાવી હતી. ઉપરાંત આરોપી શખ્સ અને  સાથે તેની પત્ની પણ યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ થોડા સમય પૂર્વે મહિલાના નામે લોન લઈને મોપેડ ખરીદ્યું હતું.  આ મોપેડ પોતાના નામે કરાવવા માટે વિધર્મી યુવક અને તેની પત્ની સતત ફરિયાદી પર દબાણ કરતા હતા. જો કે યુવતીએ આવું ન કરતાં આરોપી અને તેની પત્ની ફરિયાદીના ઘરે આવીને ધમકી આપીને મારામારી કરી હતી. આખરે આ યુવતીએ હિન્દુ સંગઠનનો સંપર્ક કરતાં તેમણે કાયદાકીય લડત માટે આ યુવતીને હીમત આપી હતી. બાદમાં આ યુવતીએ આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.