અમરેલીના જસવંતગઢ ગામમાં ધોળા દિવસે ધારદાર હથીયારના ઘા મારી એક મહિલાની હત્યા નિપજાવાઈ

copy image

અમરેલી તાલુકાના ચિતલ નામ નજીક આવેલ જસવંતગઢ ગામમાં દિનદાહડે એક મહિલાની હત્યા કરી દેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરેલી ખાતે આવેલ ચિતલ નામ નજીક આવેલ જસવંતગઢ ગામમાં લીમડાવાળી શેરીમાં આવેલ રાજગોર ફળીયામાં નિવૃત શિક્ષક ભાનુભાઈ ભીમજીભાઈ તેરૈયા તેમજ તેમનાં પત્નિ પ્રભાબેન તેરૈયા બંને રહેતા હતા. તેઓ પોતાની ખેતીવાડીની જમીન સંભાળે છે. તેમના યુવાન પુત્ર રાજેશ બી. તેરૈયા અમરેલી મુકામે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. જાણવા મળી રહ્યું છે કે ગત દિવસે ભાનુભાઈ સવારે પોતાની વાડીએ કામઅર્થે ગયેલ હતા. ત્યાથી બપોરના સમયે પરત આવતા તેમના પત્નિ લોહી લોહાણા હાલતમાં ઘરમાં નિષ્પ્રાણ હાલતમાં પડેલ હતા.તપાસ કરતાં સામે આવેલ કે કોઈ અજાણ્યા આરોપી હત્યારાએ કોઈ તીક્ષ્ણ ધારદાર હથીયારથી ગળા પાછળ સહીત પાંચ ઘા મારી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે મૃતક મહિલાના ઘરમાંથી રોકડ રકમ કે સોનાનાં ઘરેણા કંઈ પણ વસ્તુઓની ચોરી થયેલ નથી. આ બનાવ અંગે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને રવાના કરવા સાહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.