ચાર વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડનાર હવસખોરના બે દિવસીય રીમાન્ડ મંજૂર

cort

copy image

cort
copy image

ચાર વર્ષની માસૂમ બાળકી પર નજાર બગાડનાર હવસખોરને બે દિવસના રીમાન્ડ હેઠળ ધકેલાયો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં ચાર વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે દબોચી લીધો હતો. બાદમાં અદાલત સમક્ષ રજૂ કરી પોલીસ તંત્ર દ્વારા રીમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીને બે દિવસના રીમાંન્ડ મંજૂર કર્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિસ્તૃત માહિતી મુજબ વરતેજ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં રહેતા આરોપી શખ્સે ચાર વર્ષીય માસૂમ બાળાને ચોકલેટની લાલચ આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચાર્યુ હતુ. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા જ તાત્કાલિક બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે દબોચી લીધો હતો. બાદમાં રીમાન્ડની માંગણી રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીના બે દિવસના રીમાંન્ડ મંજૂર કર્યા હતા.