મોરબીમાં કાલિકા પ્લોટમાં ઘરમાં ઘૂસીને દંપતીને માર મારનાર આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ
મોરબીમાં કાલિકા પ્લોટમાં ઘરમાં ઘૂસીને બે શખ્સો એ દંપતીને માર મારનાર આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી શહેરના કાલિકા પ્લોટ શેરિ ૪ માં રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવ દ્વારા આ મામલે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર આરોપીએ મિલનભાઈના મકાનના પાછળના ભાગે નવેરામાં પતરા મારી બંધ કરતા હોય જે બાબતે મિલનભાઈ આરોપી શખ્સને કહેતા તેનું મનદુખ રાખી આરોપી શખ્સ તથા તેની સાથે અન્ય એક આરોપીએ ફરિયાદિના ઘરમાં પ્રવેશ કરી ઉપરના માળે જઈ ફરિયાદીને લોખંડના ધોકા વડે માર મારી તથા ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. ઉપરાંત ફરિયાદીના પત્નીને ઢીકા પાટુનો માર મારી ધક્કી મારી બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હતી. આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.