પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી કે, પાસ પરમીટ વગર વાઇટક્લે (ખનીજ) ભરેલ ડમ્ફરને પકડી ડિટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી પધ્ધર પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એસ.એમ.રાણા નાઓના સાથે પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ જે.ઝાલા તથા પો.કોન્સ વિક્રમસિંહ એમ.ગોહિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડાપા ફાટક પાસે વાહન ચેકિંગમાં હતા દરમ્યાન ભુજ-ભચાઉ હાઇવે રોડ પર ટાટા કંપનનુ હાઇવા ડમ્ફર રજી નં.GJ-12-BX-5980 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા તેમા વાઇટકલે (ખનીજ) ભરેલ હોય જેથી ટાટા ગાડીના ચાલક રાજેન્દ્ર ગટુ આહીર રહે.હાલે નાડાપા ફાટક, તા.ભુજ મુળ રહે.વાગદરી તા. અસપુર જી ડુંગરપુર, રાજસ્થાન વાળા પાસે રોયલ્ટી પાસ- પરમીટ માંગતા પોતાની પાસે ડમ્ફરમાં ભરેલ ખનીજની રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ વાહન ડિટેઇનકરી ખાણ-ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરવામાં આવેલ છે.