સગીરાના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી હૈદરાબાદથી દબોચાયા

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે સગીરાના અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સને હૈદરાબાદથી દબોચી લેવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રાના પ્રાગપર પોલીસ મથકમાં સગીરાનું અપહરણ થયેલ હોવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં સંડોવાયેલા બંને આરોપી ઈશમો સગીરાનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ભોગ બનનારી સગીરાને મુક્ત કરાવી આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.