ગાંધીધામ ખાતે આવેલ ખારીરોહર નજીક ટ્રેન નીચે આવી જતાં 40 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ખારીરોહરના પુલિયા નીચે ટ્રેન નીચે આવી જતાં 40 વર્ષીય આધેડનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ખારીરોહર પુલિયા નીચે રેલવે પાટા પર ગત રાત્રિ પહેલાં આ જીવલેણ બનાવ બન્યો હતો. 40 વર્ષીય આધેડ કોઈ કારણોસર ટ્રેન નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેનું કમાકમાટી ભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા આધેડનું મોત ખરેખર કયા કારણોસર થયું હશે તેની આગળની તજવીજ પોલીસે હાથ ધરી છે.