ગાંધીધામમાંથી રૂપિયાની રમત રમનાર ચાર ખેલૈયાઓને પોલીસે ઝડપ્યા

970736623Jugar

copy image

copy image

ગાંધીધામમાંથી 15 હજારની રોકડ સાથે ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના કાર્ગો એક્તાનગરમાં આવેલી એક શેરીમાં ગત મોડી રાત્રે અમુક ઈશમો રૂપિયાની હાર જીતની રમત રમી રહ્યા હતા ત્યારે અચાનક આવેલ પોલીસે આ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે પકડાયેલ શખ્સો પાસેથીઓ રોકડ રૂા. 15,200 કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.