ચેક પરતના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે ચેક પરતના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની કેદની સજા અને એક માસમાં ચેકની રકમ વળતર તરીકે ચૂકવવાનો આદેશ જાહેર કર્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કાંતિલાલ વેલજી સરસિયાને સાભરાઈના આરોપી શખ્સએ આપેલો રૂા. એક લાખનો ચેક પરત થતાં તેમણે કોર્ટમાં અરજી કરેલ હતી જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને એક માસમાં ચેકની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો આદેશનું પાલન ન કરવામાં આવે તો વધુ 90 દિવસની સજાનો હૂકુમ કર્યો હતો.