ગુનાઓ વધુ કે ન્યાયતંત્ર ધીમું..? ગૌવંશ કતલ કેસમાં સંડોવાયેલા આરોપી સખ્સને 11 વર્ષ બાદ આખરે બે વર્ષની કેદ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે 11 વર્ષ જૂના ગૌવંશ કતલ કેસમાં સંડોવાયેલા આરોપી સખ્સને બે વર્ષની કેદની સજા તથા રૂા. 35000નો દંડ ફટકારવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના દાદુપીર રોડ વિસ્તારમાં જાન્યુઆરી-2014માં ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરતા ઝડપાયેલ આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જાણવા મળી રહ્યું છે કે 11 વર્ષ બાદ આ ગુના કામેના આરોપી શખ્સને સજા મળી છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ  આરોપીને સખ્સને બે વર્ષની કેદની સજા તથા રૂા. 35000નો દંડ ફટકાર્યો હતો. 11 વર્ષે આરોપીને સજા મળતા લોકોના માનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે…કે ગુનાઓ ઘણા છે કે ન્યાયતંત્ર ધીમું..? આવા સવાલો લોકોએ ઉઠાવ્યા છે.