ગાંધીધામમાંથી ઓનાલાઈન જુગાર રમતો શખ્સ ઝડપાયો
ગાંધીધામમાંથી ઓનાલાઈન જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમા આવેલ ક્રોમા શોરૂમ નજીકથી પોલીસે આ શખ્સને ઓનલાઇન સટ્ટો રમતા રંગે હાથ ઝડપ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ગાંધીધામમા આવેલ ક્રોમા શોરૂમ નજીક કોઈ શખ્સ મોબાઇલમાં હાર-જીતનો જુગાર રમી રહ્યો છે, મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા રોમિલ નીલેશકુમાર શાહ નામના ઈશમને ઝડપી લીધેલ હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી મોબાઈલ ફોન કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.