શિયાળાની શરૂઆત થતા જ લોકો ગાઢ નિદ્રામાં અને ચોરો બન્યા સજાગ
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભુજમાં ચોરો બેફામ બની ચૂકયા છે.લોકો ગાઢ નિદ્રામાં હોય છે અને ચોર ઈશમો પોતાનું કામ કરી ચૂપચાપ ફરાર થઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં શ્યામ મેડિકલ પાસે તસ્કરો ત્રાટક્યા હતા. અને રાતના અંધારા અને ઠંડીની શાંતિનો લાભ લઈ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. જેમાં સીસીટીવી ફૂટેજમાં બે લોકો બાઇક ચોરતા સ્પષ્ટ જોવા મળ્યા છે. શહેરમાં વધતાં જતાં ચોરીના બનાવોને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે, પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે….