ભચાઉ તાલુકાનાં લાકડિયામાં આરોપીએ કર્યો પોતાના જ મામા પર ધોકા વડે હુમલો
ભચાઉ તાલુકાનાં લાકડિયામાં એક યુવાને પોતાના સગા મામા પર ધોકા વડે હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે લાકડિયામાં રહી મજૂરી કામ કરનાર કનકસિંહ હરૂભા વાઘેલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી યુવાન પોતાના બહેન તથા બનેવી અને ભાણેજ સાથે રહે છે. તેમના બહેને અગાઉ રૂપિયા ઉધાર લઈ મકાનના દસ્તાવેજ ગીરવે મુક્યા હતા, દરમ્યાન તા. 28/10ના ફરિયાદી નવા બસ સ્ટેન્ડે બસમાંથી ઊતરતાં ત્યાં તેમનો ભાણેજ એવો આરોપી યુવાને આવેલ અને દસ્તાવેજ ગિરો મૂકવા મુદ્દે મનદુ:ખ રાખી ફરિયાદી પર ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.