રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૧૦ ટન જેટલૂ બોક્સાઈટ ભરેલ એક ટ્રકને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ કાઈમ બાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરફદી રેન્જ, ભુજ તથા શ્રી વિશ્વસ સુંડા સાહેબ /- પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઈન્સપેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવીનાઓ સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે -કોટડી ત્રણ રસ્તાથી ભોજાય વચ્ચે આવેલ બોક્સાઈડના પ્લાન્ટના મઈન ગેટની સામે રોડ ઉપર એક ટ્રકમાં શંકાસ્પદ ખનીજનો જથ્થો ભરેલી ઉભેલ છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ટ્રક ખનીજ ભરેલ ઉભેલ હોય જે સદરહુ વાહનમાં ભરેલ ખનીજ બાબતે ચેક કરતાં કોઈ વાહન ચાલક મળી આવેલ નહી જેથી સદરહુ વાહનમાં ભરેલ ખનીજ રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૨૦ ટન જેટલું બોક્સાઈટ(ખનીજ) ભરેલ મળી આવેલ જેના રજીસ્ટેશન નંબર- GJ ૧૨ Bw ૯૦૯૪ વાળા વાહનને શક પડતા મુદ્દામાલ તરીકે બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ મુજબ કબ્જે લઈ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.
4 કબ્જે કરેલ મુદામાલ
- ટાટા કંપનીનું ટ્રક – રજીસ્ટેશન નંબર- GJ ૧૨ Bw ૯૦૯૪ કિં.રૂ.૧૫,૦૦,૦૦૦/-
- ૨૦ ટન જેટલું બોક્સાઈટ(ખનીજ) કિં.રૂ.૨૫,૦૦૦/-