ફતેપર પાટિયા નજીકથી દેશી બનાવટની બંદુક સાથે શખ્સ ઝડપાયો
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ફતેપર પાટિયા નજીકથી પોલીસે દેશી બનાવટની બંદુક સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ફતેપર ગામના પાટિયા પાસે કોઈ શખ્સ દેશી બનાવટની બંદુક સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર જઈ કાર્યવાહી હાથ ધરી હતી અને 19 વર્ષીય આરોપી યુવાનને દેશી બનાવટની બંદુક સાથે પકડી પાડેલ હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.