કારના ચોરખાનામાં દારૂની બોટલો નીકળી

copy image

copy image

કારના ચોરખાનામાં દારૂની મોંઘીદાટ બોટલો લઈ જઈ રહેલા શખ્સને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મેઈન રોડ-ભવનાથ પાર્ક વાળા માર્ગે કોઈ શખ્સ અર્ટિગા કારમાં દારૂ ભરીને લાવવાનો છે.મળેલ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે હકીકત વાળા સ્થળ પર વોચ ગોઠવી હતી અને બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી હતી. બાદમાં  આ કારની તપાસ હાથ ધરવામાં આવતા કારમાંથી કારમાં ચોર ખાનું મળી આવેલ હતું. આ ચોર ખાનામાંથી દારૂની 11 બોટલ મળી આવેલ હતી.પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.