ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

copy image

copy image

  ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવેલ છે.  આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બાનવના ફરિયાદી દેવાંધ હરિભાઇ ગઢવીએ મિત્રતાના નાતે આરોપીને 5,58,000 ઉછીના આપ્યા હતા.જેના બદલામાં આરોપીએ આપેલ ચેક પરત ફર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલતા કેસ દરમ્યાન કોર્ટની ટકોર બાદ પણ સતત ગેરહાજર રહેતા આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સજા તેમજ ચેકની રકમ એક માસમાં ભરપાઇ કરવાનો હુકમ કોર્ટે જાહેર કર્યો છે.