ગાંધીધામમાં તસ્કરોનો ઉધમ વધતાં લોકોમાં ચિંતાનો માહોલ
ગાંધીધામમાં તસ્કરોનો ઉધમ વધતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે ગાંધીધામના ભારત નગર વિસ્તારમાં તસ્કરોએ નાસ્તાની કેબિનમાં હાથફેરો કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે રાત્રિના અરસામાં આશાપુરા મંદિર નજીક આવેલ બે ચાની કેબિન અને એક નાસ્તાની કેબિનને નિશાન બનાવી અહીંથી રોકડા રૂા. 2 થી 3 હજાર અને એક ગેસનો બાટલો ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સંકુલમાં વધતા જતાં ચોરીના બનાવોથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.