પોતાની ભેંસોને શોધવા ગયેલ યુવાનનું ટ્રેનની હડફેટે આવી જતાં મોત
લાકડિયામાં ટ્રેન હેઠળ આવી જવાથી 25 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે જાણવા મળી રહ્યું છે કે આ યુવાન પોતાની ભેસોને શોધવા ગયેલ હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના શિવલખા સોઢા કેમ્પમાં રહેતા મહેન્દ્રસિંહ નામનો યુવાન લાકડિયા પોલીસ સ્ટેશન પાછળ આવેલા રેલવે પાટાની નજીક પોતાની ભેંસોને શોધવા ગયેલ હતો. તે સમયે ગત તા. 29/11ના ટ્રેનની હડફેટે આવી જતાં તે ગંભીર રીતે ઘાયલ બન્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કર્યો હતો.