અંજાર ખાતે આવેલ રતનાલ-નિંગાળના સીમ વિસ્તારમાં એક યુવાન પર સાત શખ્સોનો હુમલો
અંજાર ખાતે આવેલ રતનાલ-નિંગાળના સીમ વિસ્તારમાં સિંચાઈ ડેમ નજીક એક યુવાન પર સાત શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, ગત તા.28/11ના બપોરના સમયે આ મારામારીનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તળાવમાં મજુરો કામ કરતા હોવાથી પાણીનો અવાડો સાફ કરવા માટે પાણી ખાલી કરવાના મામલે મારામારી થઈ હતી. આરોપી શખ્સોએ ફરિયાદીના ડ્રાયવરને માર મારતા હોવાથી પાછળથી તેના વાહનો લેવા જતા આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી ભુંડી ગાળો આપી ધોકા અને છરી વડે ફરિયાદી અને તેની સાથે આવેલા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. તે સમયે ફરીયાદીને હાથના ભાગે છરીનો ઘા કરી ઇજા પહોંચાડી હતી. સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.