છેલ્લા ત્રણ વર્ષથી પાલારા ખાસ જેલમાંથી ખૂનના ગુનાના કાચા કામના વચગાળા જામીન ફરારી કેદીને પકડી પાડતી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ,પશ્ચીમ કચ્છ,ભુજ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા ઇન્યાજે પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓએ પેરોલ,કોં, વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પો.ઈના. પી.કે.રાડા સાહેબના સુપરવિઝન હેઠળ એક ટીમ ની રચના કરેલ જે ટીમના અધિકારીઓ તથા કર્મચારીઓ નાસતા ફરતા આરોપીની તપાસમા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ ધર્મેદ્ર મુળશંકર રાવલ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે,
માનકુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૬૦/૨૦૧૮ ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭ વિગેરે મુજબના ગુના કામે પાલારા ખાસ જેલ ખાતે સજા કાપતા કાચા કામના કેદી સરફરાજ મહમદશરીફ ટાંક ઉવ.ર૯ રહે, સંજોગનગર શાળા નંબર-૧૬ ની બાજુમા,ભુજ વાળાને વચગાળા જામીન રજા પર તા.૧૧/૧૦/૨૦૨૧ થી તા.૧૫/૧૦/૨૦૨૧ દિન – ૦૫ ની પેરોલ રજા પર છોડવામાં આવેલ અને તા. ૧૬/૧૦/૨૦૨૧ ના રોજ પાલારા ખાસ જેલ મધ્યે હાજર થવાનું હતુ પરંતુ ઉપરોકત કેદી ાજર ન થઈ ફરાર થયેલ અને આજદિન સુધી તે ફરાર રહેલ જે આરોપી અલે આત્મારામ સર્કલ પાસે હાજર છે તેવી બાતમી હકિકત આધારે તુરંત વર્ક આઉટ કરી બાતમીવાળી જગ્યાએથી મજકુર આરોપીને હસ્તગત કરી પાલારા જેલ ખાતે મોકલી આપેલ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) માનકુવા પો.સ્ટે.ના ગુર.ન.૬૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭,૧૨૦(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫
(૨) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૨૩,૧૮૬, ૧૧૪
તેમજ અન્ય પ્રોહીબીશન ના ગુના નોંધાયેલ છે
ઉપરોકત કામગીરીમાં સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમના પો.ઇન્સ. પી.કે.રાડા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહીલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોડ ના પો.સબ ઇન્સ. જે.કે. બારીયા તથા પ્રો.પો.સબ.ઇન્સ. કે.એચ.આહીર તથા એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા હરિલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ ધર્મેદ્રભાઇ રાવલ તથા કનકસિંહ ગોહીલ તથા વિમલભાઈ ગોડેશ્વર તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.