ભુજમાં ટ્રાફિકનો અંત આવશે! 3 નવા બાયપાસથી શહેરને મળશે નવી ઓળખ
સાંસદ વિનોદ ચાવડાની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો ગ્રીન સિગ્નલ, R&B વિભાગને સર્વેના આદેશ
ભુજ શહેરીજનો માટે રાહતના સમાચાર છે. શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિકના ભારણને કાયમી ધોરણે ઘટાડવા માટે 3 નવા બાયપાસ રોડનો મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ-મકાન વિભાગ સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી, જેને તાત્કાલિક ધોરણે સ્વીકારી લેવામાં આવી છે.
આ ત્રણ બાયપાસ બનશે
- એરપોર્ટ રોડ (રતિયા સોમ) થી માનકુવા બાયપાસ
- પાલારા થી શેખપીર બાયપાસ
- ભુજોડી થી સુખપર બાયપાસ
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીએ R&B વિભાગને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ અને એસ્ટિમેટ તૈયાર કરવાનો આદેશ આપી દીધો છે.