જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
આરોપીએ ભૂંડી ગાળો બોલી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે નોખાણીયાના મેહુલભાઈ ધનજીભાઈ છાંગા દ્વારા માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત શુક્રવારના સવારના અરસામાં પુલ પાટિયા બસ સ્ટેન્ડ નજીક આરોપીએ ભૂંડી ગાળો બોલી ફરિયાદીનો કોલર પકડી લાકડી અને ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.