અંજારના સીનોગ્રામાં મહિલાને ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ આદિપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ
અંજારના સીનોગ્રામાં મહિલાને ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ આદિપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપીઓ શખ્સોએ ફરિયાદી બેનને નાની નાની બાબતમાં હેરન પરેશાન કરી શારિરીક માનસીક ત્રાસ આપીને ફરિયાદીના પતિને ચઢામણી કરી ફરિયાદી બેનને સામે ભુંડી ગાળો આપી ત્રાસ આપીને મારકુટ કરીને એકબીજાની મદદગારી કરી હતી. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે તપાસ આરંભી દીધી છે.