સામખીયાળીથી રાધનપુર જતા નેશનલ હાઈવે પર છરીની અણીએ રાજસ્થાનના ટ્રેઇલર ચાલકને લુંટી લેવાતા ચકચાર

copy image

copy image

સામખીયાળીથી રાધનપુર જતા નેશનલ હાઈવે પર રાજસ્થાનના ટ્રેઇલર ચાલકને લુંટી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના મોડી રાત્રે ચિત્રોડ બ્રીઝ પર બની હતી. અહી  ટ્રેઇલર બગડતા ઉભો રાખ્યો તે દરમ્યાન એક્સેસ પર આવેલા અજાણ્યા ત્રણ શખ્સો છરી બતાવી રોકડ અને મોબાઈલ સહીત 17 હજારનો મુદ્દામાલ લૂંટી અને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદીના જણાવ્યા મુજબ ગત 21 નવેમ્બરના ગાંધીધામથી ટ્રેઇલરમાં ચોખા ભરી નીકળ્યા હતા.તે સમયે ટ્રેઇલર બગડી જતા લાકડિયા નજીક રીપેરીંગ કરાવ્યું હતું અને ગત શુક્રવારે મોડી રાત્રે ટ્રેઇલર લઇ ક્લીનર સીતારામ કોજુરામ જાટ સાથે નીકળ્યા હતા. તે સમયે ચિત્રોડ બ્રીઝ પર ફરી ટ્રેઇલર બગડતા ઊભું રાખેલ હતું.  તે સમયે અચાનક સફેદ કલરની એક્સેસ પર આરોપીઓએ આવીને સાહેદને માર માર્યો હતો. બાદમાં છરી બતાવી ફરિયાદી અને સાહેદ પાસેથી રોકડ 7 હજાર અને 10 હજારની કિંમતનો મોબાઈલ લુંટી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.