નારાયણ સરોવરથી અંબાજી રૂટની એસટી બસ બંધ કરી દેવાતા પ્રવાસીઓને હાલાકી
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નારાયણ સરોવરથી અંબાજી રૂટની એસટી બસ બંધ કરી દેવામાં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામે કરવો પડી રહ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ રૂટની બસ ડીસા ડેપોને આપવામાં આવેલ છે પરંતુ કોઈપણ કારણોસર સુચારૂ સંચાલન ન હોવાથી હાલ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવેલ છે જે પુનઃ શરૂ થાય તેવી માંગ કરવામાં આવેલ હતી. હાલ કચ્છ જિલ્લામાંથી અંબાજી માટે લગભગ એક જ બસ છે. માંડવી-અંબાજી બસ ચાલુ છે આ બસ પાછી ચાલુ થાય તેવી માંગ કરવામાં આવેલ હતી.