ભારાપરના માજી સરપંચ હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોપાઈ સરપંચ દેવાભાઇ મહેશ્વરી તથા પરિવારની વેદનાને વાચા મળવાની ઉમ્મીદ, ભારાપરના માજી સરપંચ દિન દહાડે ગામના ભાગોળે છરીના ધા મારી હત્યા કરી નાખવાની 5 વર્ષની જૂની ધટનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોપવામાં આવી છે. ત્યારે મૃતકના ભાઈ સહિતનાઓની સતત રજૂઆતો પછી માયાભાઇ મહેશ્વરીની હત્યાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ છે. તો કેસ ઉકેલાવાની સૌને આશા બંધાઈ છે. સત્વેર પોલીસ તપાસ ઘટનાના મૂળ સુધી પોચી ભેદભરમને લોકલાગણીને પરિવારની માંગણી છે. કચ્છના દલિત સમાજને વેદના ગૃસ્ત કરી દેનાર ઘટનાને સત્વેર પર્દાફાસ કરી પરિવારને ન્યાય મળે દલિત સમાજને હેયું ઠરે તેવી આશા રાખીએ હવે જેમ બને તેમ જલદી હત્યારાઓ ઝડપાય ન્યાયની અનુભૂતિ થાય તેજ સમયનો તકાદો છે.