બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા બે યુવાનના સારવાર દરમ્યાન મોત

copy image

બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા બે યુવાનના મોત થયા છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પકોટડાસાંગાણીના સોળીયા ગામે રહેતો રવિ ડાભી નામનો યુવાન અને તેનો મિત્ર ઘરે પરત આવી રહ્યા હતા તે દરમ્યાન બોલરોના ચાલકે બાઈક સવાર બંનેને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બનેલ બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.