ફોર્ચ્યુનર કારના ચાલકે નાઈટ પેટ્રોલિંગ કરતાં પોલીસ કર્મચારીઓ પર જ ગાડી ચઢાવી દીધી
સૂત્રો જણાવી રહ્યા છે કે ગત રાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ફોર્ચ્યુનર કારના ચાલકે પોલીસ કર્મચારી પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રે ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપોવન સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતો તે સમયે એક કાળા કાચ વાળી ફોર્ચ્યુનર કાર આવતા કોન્સ્ટેબલ નિતેશકુમાર અને રાયમલભાઈને તેને અટકાવવા પ્રયાસ કરેલ હતો. જો કે ડ્રાઈવરે ઉભા રહેવાની જગ્યાએ પોતાની ફોચ્યુનર મારી મૂકી હતી અને ફરજ બજાવી રહેલા બે કોન્સ્ટેબલો પર ચડાવી દીધી હતી. જેથી એક પોલીસ કર્મીએ કારના બોનેટને તેમજ અન્ય એ કારના આગળના દરવાજાને પકડી રાખ્યો હતો. છતાં ડ્રાઈવરે પોતાની કાર અગોરા મોલ તરફ પુરપાટ જવા દીધી હતી. થોડા આગળ જતાં બન્ને કોન્સ્ટેબલ નીચે પટકાયા હતા.જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં ઘાયલ થતાં બંને પોલીસ કર્મીને સારવાર હેઠળ ખસેડાયા છે. આ અંગે કારચાલક અને તેની બાજુમાં બેઠેલી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.