સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ૪ ડિસેમ્બરના નિ:શુલ્ક કેમ્પનું આયોજન

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયુર્વેદ તથા હોમીયોપેથી અને યોગ દ્વારા નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ, સિનિયર સીટીઝન કેર કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે દર માસના પહેલા બુધવારે યોજવામાં આવે છે. જે અંતર્ગત તા. ૦૪/૧૨/૨૦૨૪ ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં મફત બ્લડ સુગર ચેકઅપ, ડાયાબિટીસની આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધિય સારવાર, ડાયાબિટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ડાયાબિટીસના દર્દીઓને યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે.

કેમ્પનું સ્થળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ રહેશે. સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.