જદુરાના સીમ વિસ્તારમાં પતિએ જ પત્નીની ક્રૂરતાપૂર્વક કુહાડીના અનેક ઘા ઝીંકી કરી હત્યા?

copy image

copy image

  જદુરાના સીમ વિસ્તારમાં પતિએ જ પત્નીની ક્રૂરતાપૂર્વક કુહાડીના એક કરતાં વધુ ઘા મારી હત્યા નિપજાવી દેવામાં આવેલ હોવાથી ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સવારે જદુરાના સીમ વિસ્તારમાં આ યુગલ લાકડાં વીણવા ગયા હતા તે સમયે ત્યાં આરોપીને અન્ય કોઇ અન્ય સ્ત્રીનો ફોન આવતા આરોપી અને તેની પત્ની વચ્ચે ઝગડો થઈ ગયેલ હતો.   આ દરમ્યાન ગુસ્સાથી ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ તેની પત્ની મુમતાજ ઉપર કુહાડીના ઘા મારવાના શરૂ કરી દીધા હતા? આ પતિ-પત્નીની પુત્રીએ ઝઘડો  થતો જોઇ મદદ માટે સરપંચની વાડી તરફ દોટ મૂકી હતી. અહી લોકો પહોંચતા મુમતાજ લોહી-લુહાણ હાલતમાં જોવા મળી હતી? સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ઘાતક હુમલામાં મુમતાજ અત્યંત ગંભીર રીતે ઘાયલ બની હતી. બાદમાં મુમતાજને 108 મારફત જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાઇ હતી,પરંતુ થોડા સમય બાદ તેનું મોત નીપજયું હતું. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી દીધી છે.