રાજકોટ શહેર એસઓજી ટીમએ 1.19 લાખના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને દબોચ્યો

copy image

copy image

રાજકોટ શહેર એસઓજી ટીમએ 1.19 લાખના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ શહેર એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન રાજકોટ શહેર જુબેલી ગાર્ડન નજીક ફૂટપાથ પરથી આરોપી શખ્સને દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ આરોપી શખ્સ પાસેથી માદક પદાર્થ ગાંજો ૧૧.૯૫૦ કિલોગ્રામ જેની કીમત રૂ ૧,૧૯,૫૦૦ મોબાઈલ કીમત રૂ ૫૦૦૦, રોકડ રૂ ૧૭૦૦ તેમજ ટ્રેનની ટીકીટ અને કાળા કલરનો થેલો સહીત કુલ રૂ ૧,૨૬,૨૦૦ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.