હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રાહદારી યુવાનને ટ્રક ચાલકે હડફેટમાં લેતા મોત

copy image

copy image

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર રાહદારી યુવાનને ટ્રક ચાલકે હડફેટમાં લેતા આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ સુખપર ગામ નજીક યુવાન રોડની સાઈડમાં ઉભા હોય અથવા પગપાળા ચાલીને જતા હોય તે દરમ્યાન આઈસર ટ્રક ચાલકે ઠોકર મારતા યુવાનને ગભીર પ્રકારની ઈજા પહોંચી હતી. આ બનાવમાં ગંભીર ઇજાઓને પગલે યુવાનનું મોત નીપજયું હતું. આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.