હારીજમાંથી 1 લાખના દેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો

desi daru

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે પાટણ જિલ્લાના હારીજમાંથી 1 લાખના દેશી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં માહિતી મળી રહી છે કે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હારીજના વાઘેલ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં કોઈ શખ્સ દેશી દારૂ સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અને આરોપી ઈશમને રંગે હાથ ઝડપી લીધેલ હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે કુલ 4050 લિટર વોશ કિં. રૂા. 1,01,250નો જથ્થો હસ્તગત કર્યો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.