ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ
ચેક પરત ફરવાના કેસમાં રાપર તાલુકાના ટગા ગામના આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે,આ બનાવ અંગે ભુજના માધાપર ગામના રમણિકલાલ અમીચંદ ઠક્કર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર મિત્રતા અને સંબંધના નાતે જરૂરિયાત અન્વયે મદદના સ્વરૂપમાં ફરિયાદીએ આરોપીને પાંચ લાખ રૂપિયા આપેલ હતા જેના બદલે આપવામાં આવેલ ચેક પરત ફરતા ફરિયાદ દાખલ કરાવી હતી. સુનાવણીના અંતે એક વર્ષની કેદની સજા ફરિયાદીને રૂા. પાંચ લાખ વળતર પેટે ચૂકવવા અંગેનો આદેશ જાહેર કર્યો હતો.