વાયરચોરી ગેંગના આરોપીને પોલીસે ભુજના દાદુપીર રોડ પરથી દબોચ્યો
સૂત્રો જણાવી રહ્યા છે કે વાયરચોરી ગેંગના આરોપીને પોલીસે ભુજના દાદુપીર રોડ પરથી ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોરીને અંજામ આપતી ટોળકીઓ અનેક વખત ઝડપાઇ ગઇ હોવાથી એલસીબીએ આવી એક ટોળકી વિરુદ્ધ ગેંગ સંબંધિત કલમો તળે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરવવામાં આવેલ હતો તે દરમ્યાન એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે આવી વાયર ચોરી કરતી ગેંગનો આરોપી ભુજના દાદુપીર રોડ પર હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પરથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો.