અપહરણના ગુનામાં સંડોવાયલ મધ્યપ્રદેશનો આરોપી કુકમાથી ઝડપાયો

copy image

copy image

અપહરણના ગુનામાં સંડોવાયલ મધ્યપ્રદેશનો આરોપી ઈશમ ભોગ બનનાર સાથે કુકમાથી ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મધ્યપ્રદેશના ઇદવાર જિલ્લાના અપહરણના ગુનામાં નાસતો આરોપી ઈશમ તેમજ ભોગ બનનારને શોધવા માટે મધ્યપ્રદેશની ટીમ પશ્ચિમ કચ્છ પહોંચી હતી ત્યારે જાણવા મળી રહ્યું છે કે પદ્ધર પોલીસે આ ગુના કામેના આરોપીને ભોગ બનનાર સાથે કુકમાથી ઝડપ્યો હતો. આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે.