રજાના દિવસોમાં કોકલિયા પ્રાથમિક શાળામાંથી થઈ 44 હજારની તસ્કરી
copy image

માંડવી ખાતે આવેલ કોકલિયા પ્રાથમિક શાળાના કાર્યાલયમાંથી દિવાળી વેકેશન દરમ્યાન ચોરી થયા હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે શાળાના આચાર્ય વિશાલકુમાર ઝાલા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 27-10થી 17-11 સુધી દિવાળી વેકેશન હોવાથી શાળા બંધ હતી. વેકેશન બાદ શાળાએ જતાં શાળાનું લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું હતું. વધુ તપાસ કરતાં કાર્યાલયની તિજોરીમાંથી એસર કંપનીનું લેપટોપ કિ.રૂા. 40,000 અને કેનન કંપનીનું સ્કેનર જેની કિં. રૂા. 4000 એમ કુલ્લે રૂા. 44,000ના મુદામાલની તસ્કરી થઈ હોવાનું સમી આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.